NEET PG 2025 : NBEMSએ જાહેર કર્યું પરિણામ, જાણો ક્યારે મળશે સ્કોરકાર્ડ લિંક

NEET PG 2025: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)દ્વારા નીટ પીજી પરિણામને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવે છે આપ સૌને ખબર જ હશે કે 19 ઓગસ્ટના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ડ ટ્રસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ NEET PG 2025નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે જે પણ ઉમેદવાર પરીક્ષામાં બેઠા હતા તેઓ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ચેક કરી શકાશે નીચે તમામ વિગતો આપી છે જે વિગતોને ધ્યાનથી વાંચીને તમે પોતાનું પરિણામ સરળતાથી ચેક કરી શકો છો સાથે જ વધુ વિગતો પણ મેળવી શકો છો

હાલમાં જે વિગતો સૂત્રોના માધ્યમથી અને મીડિયા રિપોર્ટના માધ્યમથી સામે આવી છે તે મુજબ 29 ઓગસ્ટથી ઉમેદવારો સ્કોરકાર્ડ ની ચકાસણી કરી શકશે અને પોતાના સિસ્ટમમાં પણ સેવ કરી શકશે આ સાથે જ વિદ્યાર્થીઓએ આગામી સમયમાં પ્રવેશ પ્રક્રિયા માટે સમયસર સ્કોરકાર્ડ મેળવી લેવું ખૂબ જ જરૂરી છે અને પોતાના ડિવાઇસમાં સેવ કરી લેવું

આ તારીખે થયું હતું પરીક્ષાનું આયોજન

NEET PG 2025ની પરીક્ષાનું આયોજન ત્રણ ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું પરીક્ષા સમયની વાત કરીએ તો નવ વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી માત્ર એક જ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી આ દરમિયાન દેશભરમાંથી લગભગ 2.42 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. શૈક્ષણિક શાસ્ત્ર 2025-26 માટે MS DNRB પી.જી મેડિકલ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા

NBEMSએ શું કહ્યું?

NBEMS દ્વારા હાલમાં છે વિગતો સામે આવે છે તેમાં જણાવ્યું હતું કે દરેક પ્રશ્નની સમીક્ષા કરવામાં આવી રહી છે જેથી કરીને મૂલ્યાંકનમાં થોડોક સમય લાગ્યો હતો NEET PG 2025ના પ્રશ્નપત્રમાં પણ કોઈ પણ પ્રશ્ન ટેકનીકલ રીતે ફોટો ગણાતો હોય કોઈ તો તેના માટે સ્ફટિક તપાસ પણ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કોઈ પણ ટેકનિકલ રીતે પ્રશ્ન ખોટો ગણાયો નથી તેથી જ બધા પ્રશ્નોને આખરે સાચા માનવામાં આવ્યા છે નોર્મલાઈઝેશનની પ્રક્રિયામાં પણ ગયા વર્ષ કરતા આ વર્ષે ખૂબ જ સરળ પ્રક્રિયા હતી સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ પરીક્ષા ફક્ત એક જ શિફ્ટમાં લેવામાં આવી હતી જેથી તમામ ઉમેદવારોને પણ મોટો ફાયદો થયો છે

NEET PG 2025 પરિણામ આ રીતે તપાસો

પરિણામ ચેક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે NBEMS સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમને પરિણામ ની લીંક જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે તમારું પરિણામ ખુલી જશે સાથે જ તમારે પરિણામ ઓપન કરતાં પહેલાં પૂછવામાં આવેલી તમામ વિગતોને દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ તમે જેવો જ ક્લિક કરશો તમારી સામે તમારું પરિણામ ખુલી જશે જેને તમે તમારા સિસ્ટમમાં એડ કરી શકો છો

Leave a Comment

     WhatsApp Icon