LIC Bharti 2025:નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો માટે મહત્વની ભરતીની જાહેરાત કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો ભારતીય જીવન વીમા નિગમમાં (LIC) અધિકારીની પદ માટે નોકરીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સહાયક વહીવટી અધિકારી તેમજ જર્નલીસ્ટ સહાયક એન્જિનિયર સહાયક (AE)વહીવટ અધિકારી તેમજ નિષ્ણાંત ની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તો નીચે અમે તમને અરજી પ્રક્રિયાથી માંડીને અરજી કરવા માટે ફી અંગેની પણ વિગતો આપી છે સાથે જ અરજી કરવાની પ્રક્રિયા પણ તમે વાંચી શકો છો
એલ.આઇ.સી ભરતી માટે ખાલી જગ્યા
એલ.આઇ.સી ભરતી માટે ખાલી જગ્યાની વાત કરીએ તો 800થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી પ્રક્રિયા 16 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે અને આઠ સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે જો તમે lic માં અધિકારીને નોકરી મેળવવા માટે રસ ધરાવો છો તો તમે નોકરી મેળવી શકો છો અરજી પ્રક્રિયા ની વિગતો પણ નીચે આપી છે
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો બી.ઈ./બી.ટેક. તેમજ ગ્રેજ્યુએટ કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે ઉંમર 8 સપ્ટેમ્બર 2025 ના રોજ ઓછામાં ઓછા 21 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 32 વર્ષ હોવી જોઈએ અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારોને ધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે આ સાથે જ ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવારો પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.
એલ.આઇ.સી ભરતી માટે અરજી ફી
આ ભરતી માટે અરજી ની વાત કરીએ તો અલગ અલગ થી નક્કી કરવામાં આવી છે જેમ કેSC/ST/PWD ઉમેદવારોએ 85 રૂપિયા + ટ્રાન્ઝેક્શન ચાર્જ + GST ચૂકવવા પડશે. આ ઉપરાંત, અન્ય તમામ ઉમેદવારોએ ટ્રાન્ઝેક્શન ચાર્જ + GST સાથે 700 રૂપિયા ફી ચૂકવવી પડશે.
LIC માં નોકરી કેવી રીતે મેળવવી?
એલ.આઇ.સી ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે LIC ની વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ પર નોટિફિકેશન વાંચી શકો છો વેબસાઈટના માધ્યમથી તમે ઓનલાઇન અરજી કરી શકો છો સાથે જ નોકરી માટે સિલેક્શન પ્રક્રિયા પ્રિલીમ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ રાઉન્ડ નો સમાવેશ થાય છે ત્યારબાદ તમે મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે ત્યારબાદ આઠ નવેમ્બર 2025 ના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે