ભારતીય હવામાન વિભાગ (IMD)દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે જેમ કે તમને ખ્યાલ જ હશે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા ઘણા સમયથી ધીમીધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે હાલમાં જવામાં વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે જેમાં અમુક જિલ્લાઓને રેડ એલર્ટ તો અમુક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે તેવી વિગતો મીડિયા અહેવાલોના માધ્યમથી સામે આવી છે સાથે જ નાગરિકોને સાવચેત રહેવાની સૂચના પણ આપવામાં આવી છે પરંતુ આગાહી મુજબ અમુક જિલ્લાઓને જ અસર થાય તેવી શક્યતાઓ છે ચલો તમને વિસ્તારથી મહત્વની વિગતો આપીએ
કઈ તારીખે ક્યાં પડશે વરસાદ
IMDના તાજા અપડેટ પ્રમાણે 18 ઓગસ્ટ થી ૧૯ ઓગસ્ટ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે છે 19 ઓગસ્ટ થી લઈને 20 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે સાથે જ 21 ઓગસ્ટથી લઈને 24 ઓગસ્ટથી દરમિયાન સૌરાષ્ટ્રના અને જિલ્લાઓમાં સાથે જ અમદાવાદ અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં ધીમીધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે
આ જિલ્લામાં આપવામાં આવ્યું એલર્ટ
જે વિગતો સામે આવે છે મીડિયા રિપોર્ટના આધારે તે મુજબ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેથી અમદાવાદ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ આપવામાં આવ્યું છે અમદાવાદ વડોદરા સુરેન્દ્રનગર સહિત રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે